About Author
ઘણા લોકો સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓથી પીડાય છે, એવુ નથી કે તેમની પાસે સ્વસ્થ રહેવા માટે જરૂરી જાણકારી નથી, છતાં જ્યારે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સ્વ પ્રયત્ન કરવાનો વારો આવે ત્યારે મોટા ભાગના લોકો અસફળ થઈ નિરાશા પામે છે. આવા લોકોને તેમના વ્યવસાય તેમજ દૈનિક ક્રિયા સાથે સુસંગત બેસે તેવી રીતે તેમની જીવનશૈલી માં સાકારાત્મક બદલાવ લાવવા સર્ટિફિકેટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન કોર્સ માં સર્ટિફાઇડ થયેલા કિરીટસિંહ વાઘેલા છેલ્લા પાંચ વર્ષ થી માર્ગદર્શન આપી રહ્યા છે.રોજીંદા જીવન માં ખાન પાન ની ખરાબ આદતો માં સુધાર લાવી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઋતુ અનુસાર શાકભાજી, ફળો, ધાન્યો, કઠોળ ના રોજીંદા ઉપયોગથી શરીર ને તંદુરસ્ત રાખી શકાય છે તેવૉ વિશ્વાસ લોકોમાં જગાવી રહ્યા છે.